શાળાના નિયમો અને નિયમન
સામાજીક અને શૈક્ષણિક વિકાસ માટે આપણાં સમાજમાં શાળાકિય નિયમો સ્થાપવામાં આવ્યા છે. જે વર્તન, ગણવેશ અને વ્યક્તિગત પ્રસ્તુતિના સ્વીકાર્ય ધોરણોની દ્રષ્ટિએ શાળા સમુદાયની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. સ્કૂલના મેદાન પર, સ્કૂલની પ્રવૃત્તિમાં ભાગ લેતા હોય અથવા શાળા પર વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન શાળા ગણવેશ પહેરીને આવે અને શાળાકિય નિયમોનું પાલન કરવું એ અપેક્ષિત છે.
-
ફોન નંબર:
+૯૧ ૨૬૧ ૨૫૧૧-૪૯૨ -
સ્થળ :
કૃષ્ણ નગર સોસાયટી, મલ્ટી પર્પઝ હોલની બાજુમાં, કોઝવે રોડ, સુરત.
-
વિદ્યાર્થીઓની જવાબદારી :
- નિયમિતપણે શાળામાં હાજરી આપવી
- અન્યોને શીખવા માટેના અધિકારનો આદર કરવો
- શાળાની મિલકત અને સાધનોની જાળવણી કરવી.
- જરૂરી સૂચનોનો અમલ કરવો.
- શાળા પર્યાવરણ અને સ્થાનિક સમુદાયને કચરાથી મુક્ત રાખવા
- શાળાએ નક્કી કરેલા ગણવેશ મુજબ શાળા પર આવવું.
- તમામ શાળાકિય નોટિસ વાંચવી અને માતાપિતા / વાલીઓને જણાવવા
સ્કૂલમાં અને શાળા પર થી ઘરે જતી વખતે વ્યવસ્થિત અને યોગ્ય રીતે ગણવેશ પહેરવા જોઇએ.
વિદ્યાર્થીએ વાળ હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા. વાળની લંબાઈ વધુ ન હોવી જોઈએ અને જરૂર કરતાં ટૂંકા વાળ ન હોવા જોઈએ. વાળ શર્ટના કોલર સ્પર્શ ન કરવા જોઈએ.
-
નીચેની વસ્તુઓ શાળામાં લાવવાની સખત મનાઈ છે. :
- કોઈ પણ સ્વરૂપમાં દારૂ અથવા દવાઓ
- કેમિકલ્સ
- સિગારેટ અથવા તમાકુ
- ચપ્પુ-છરી અથવા અન્ય શસ્ત્રો, વગેરે.
- માચીસ / લાઇટર / વિસ્ફોટક અથવા ખતરનાક સામગ્રી
- પોર્નોગ્રાફિક અથવા અન્ય કોઇ અપમાનજનક સામગ્રી
- કૅમેરો
- સ્કેટબોર્ડ્સ અથવા સ્કૂટર વગેરે.
- ખર્ચાળ સાઇકલ અથવા સાયકલ એક્સેસરીઝ અથવા અન્ય ખર્ચાળ સાધનો
- શાળામાં મોબાઇલ ફોનની પરવાનગી આપવામાં આવશે નહીં.
ગેરહાજરી સંબંધિત નિયમો
જો તમને ખબર હોય કે તમારા પુત્ર/પુત્રી કોઈ પણ કારણોસર ગેરહાજર રહેશે તો કૃપા કરીને એટેન્ડન્સ ઑફિસને ફોન કરો અને વિદ્યાર્થીના નામ, ધોરણ-વર્ગ, અને ગેરહાજરીના કારણોસર રજા રિપોર્ટ નોંધાવો.
અથવા
2 દિવસથી વધુ ગેરહાજર વિદ્યાર્થીની માતા -પિતા / વાલી દ્વારા સહી થયેલ નોંધ, ગેરહાજરીનું કારણ શાળા પર પરત આવતાની તારીખ વગેરે વિષે એટેન્ડન્સ ઓફિસરને જાણ કરવી..
કાર અથવા મોટર સાયકલ સંબંધિત નિયમો
કાર અથવા મોટર સાયકલને શાળામાં લાવતા બાળકોએ ટ્રાફિક વિભાગના સલામતીને લગતા નિયમોનું પાલન કરવું આવશ્યક બની રહે છે. નાયબ હેડમાસ્ટર્સની પૂર્વ મંજૂરી વગર આવા વાહનો સ્કૂલના પાર્કિંગમાં પાર્ક કરી શકાતા નથી અને સ્કૂલના શૈક્ષણિક કાર્ય દરમિયાન ઉપયોગમાં લેઇ શકાય નહીં.
શાળાકિય નુકસાન સંબંધિત નિયમો
કોઈ પણ પ્રકારના નુકસાન બાબતે ડેપ્યુટી હેડમાસ્ટર અથવા ડીનને તાત્કાલિક જાણ કરવી જોઈએ. જાણીજોઈને નુકસાન અથવા બેદરકારીના કિસ્સામાં, વિદ્યાર્થીઓ પાસે સમારકામ માટેનો સંપૂર્ણ ખર્ચ લેવામાં આવશે.