પ્રવેશ પ્રક્રિયા
આપ અમારી શાળાની મુલાકાત લેવા ઇચ્છતા હોવ તો આપનું હાર્દિક સ્વાગત છે. શાળાના શૈક્ષણિક કાર્ય દિવસમાં કોઈપણ વાલીમિત્રો નિયામકશ્રીને, આચાર્યશ્રીને અને શિક્ષકોને મળી શકે છે.
-
ફોન નંબર:
+૯૧ ૨૬૧ ૨૫૧૧-૪૯૨ -
સ્થળ :
કૃષ્ણ નગર સોસાયટી, મલ્ટી પર્પઝ હોલની બાજુમાં, કોઝવે રોડ, સુરત.
કોઈપણ ધોરણમાં પ્રવેશ મેળવવા નીચેના બાબતો ધ્યાનમાં લેવા વિનંતી :
- જૂનિયર અને સિન. કે.જી. ના વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ શિક્ષકો દ્વારા લેવાશે.
- વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કસોટીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
- તમામ ઔપચારિકતાઓ અને પ્રવેશ કાર્યવાહી બાળકના માતા-પિતા દ્વારા પૂર્ણ થવી જોઈએ.
- પ્રથમ સત્રની ફી એડમિશન સમયે જ આપવાની રહેશે.
- પ્રવેશ માટેની પ્રક્રિયા શાળાના શૈક્ષણિક કાર્ય દરમિયાન શાળાના કાર્યાલય પર કરવાની રહેશે.
પ્રવેશ ફોર્મ્સ નીચેના દસ્તાવેજો સાથે સુપરત કરવા:
- 1. જન્મનું પ્રમાણપત્ર - ઓરીજનલ અને ઝેરોક્ષ.
- 2. બાળકના 4 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ.
- 3. માતાના 4 પાસપોર્ટ સાઇઝ ફોટા, પિતાના 4 પાસપોર્ટ સાઇઝ ફોટા અથવા ગાર્ડિયનના 4 પાસપોર્ટ સાઇઝના ફોટા.
- 4. શાળા છોડયાનું પ્રમાણપત્ર (પહેલાની શાળાનું).
- 5. છેલ્લો રિપોર્ટ કાર્ડ (પરિણામ)
પ્રવેશ પ્રક્રિયાના માપદંડ:
જુનિયર કે.જી.માં કે અન્ય મોટા ધોરણોમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા સંલગ્ન સરકારી સંસ્થા દ્વારા સૂચિત ધોરણોને આધારે કરવામાં આવશે.