શાળાની વિશેષતા અને સુવિધા
શાળાની વિશેષતા અને સુવિધા
બાળકો એ શાળાનું ફૂલ છે. તેને જ્ઞાન-ગમ્મત રૂપી સહજ શિક્ષણ આપવું...,
સ્વચ્છ ક્લાસમાં જ સ્વચ્છ મન રહે તેવા અભિગમથી ડસ્તરહિત બોર્ડ પર શિક્ષણ...
- પ્રસંગોને અનુરૂપ મહાનુભાવો-વક્તાઓ, કેળવણીકારોનું માર્ગદર્શન – શિબિરો.
- બાળકોના જ્ઞાનવર્ધક તથા શારીરિક વિકાસ માટેનાં કાર્યક્રમો
- શાળા કક્ષાએ – આંતરશાળા કક્ષાએ – તાલુકા કક્ષાએ – જિલ્લા કક્ષાએ થતી વિવિધ પ્રવુંતિમાં ભાગ લેવડાવી બાળકોની સુષુપ્ત શક્તિઓને ખિલવતા પ્રયોગો.
- અત્યંત આધુનિક જમાના પ્રમાણે કોમ્પુટર, કરાટે-યોગા-ડાન્સ-અભિનય- જેવી પ્રવુતિઓ
- બાળભવન-પ્રાથમિક વિભાગના બાળકો માટે “ભાર વગરના ભણતર” નાં વિવિધ પ્રયોગો
- કુદરતને નિહાળવા, માણવાં, જાણવા માટે પ્રવાસ-પર્યટનનું આયોજન
- વિધાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, જાતિય શિક્ષણના વિવિધ પ્રયોગો
- મેદાનની પ્રવુતિઓ દ્વારા બાળકને ખડતલ અને શસકત બને તેવી પ્રવુતિઓ
- રમતોત્સવ, આનદ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય તહેવારોનું આયોજન.
- બાળકો શ્રમનું મહત્વ સમજે તે માટે સફાઈકામ, વૃક્ષારોપણ, શ્રમયજ્ઞોનું આયોજન
- નબળા વિધાર્થીની ભણતર અંગે સમયાંતરે વાલી સાથે પરામર્શ.